1
ઇબ્રાહિમે એ સ્થળ છોડયું અને નેગેબ તરફ પ્રયાણ કર્યુ. અને કાદેશ અને શૂર વચ્ચે ગેરારમાં વસવાટ કર્યો.
2 તે સમયે ઇબ્રાહિમે ગેરારના લોકોને કહ્યું, “સારા માંરી બહેન છે. ગેરારના રાજા અબીમેલેખે આ સાંભળ્યું, અબીમેલેખ સારાને ચાહતો હતો તેથી સારાને લઈ આવવા માંટે અબીમેલેખે કેટલાક નોકરોને મોકલ્યા. અને સારાને રાખી.
3 પરંતુ એક વખત રાત્રે દેવે અબીમેલેખને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વાત કરી. દેવે કહ્યું, “જો, જે સ્ત્રીને તેં ઘરમાં રાખી છે તેને કારણે તારું આવી બન્યું છે. કારણ તે પરસ્ત્રી છે. તું મરવાનો છે.”
4 પરંતુ અબીમેલેખે હજુ સુધી તેનો સંગ કર્યો નહોતો, તેથી અબીમેલેખે કહ્યું, “હે યહોવા, હું દોષિત નથી. શું તમે નિદોર્ષ વ્યકિતનો પણ સંહાર કરશો?
5 ઇબ્રાહિમે જ મને કહ્યું હતું કે, ‘આ સ્ત્રી માંરી બહેન છે.’ અને એ સ્ત્રીએ પણ કહ્યું, ‘આ પુરુષ માંરો ભાઈ છે.’ હું નિદોર્ષ છું. મને તો ખબર જ નહોતી કે, હું શું કરી રહ્યો છું? મેં તો શુદ્વ વૃત્તિથી જ આ કર્યુ છે.”
6 ત્યારે દેવે અબીમેલેખને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે, તું નિદોર્ષ છે અને મને એ પણ ખબર છે કે, તને ખબર ન હતી કે, તું શું કરી રહ્યો હતો! મેં જ તને ઉગાર્યો, મેં જ તને માંરી વિરુધ્ધ પાપ કરવા દીધું નથી. અને એટલે જ મેં તને તેનો સ્પર્શ કરવા દીધો નથી.
7 તેથી હવે તું ઇબ્રાહિમની પત્નીને તેની પાસે પાછી મોકલ. ઇબ્રાહિમ એક પ્રબોધક છે. તે તમાંરા માંટે પ્રાર્થના કરશે અને તું જીવીશ પરંતુ જો તું સારાને પાછી નહિ આપે તો સમજી લેજે કે, તારું અને તારા બધાં જ લોકોનું એક સાથે મૃત્યુ થશે.”
8 તેથી બીજે દિવસે વહેલી સવારે અબીમેલેખે પોતાના બધા નોકરોને બોલાવ્યા અને સ્વપ્નમાં થયેલી બધી વાતો કહી સંભળાવી, નોકરો બહું જ ગભરાઈ ગયા.
9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવ્યો અને તેને કહ્યું, “તમે માંરી સાથે આમ કેમ કર્યું? મેં તમાંરો શો ગુનો કર્યો હતો કે, તમે ‘આ માંરી બહેન છે.’ એમ જૂઠું બોલીને મને અને માંરા રાજયને મોટાં પાપમાં નાખ્યાં? તમાંરે માંરી સાથે આવો વર્તાવ નહોતો કરવો જોઈતો, તમે શું સમજીને આમ કર્યું?
10 “તમે કઈ બાબતથી ડરતા હતા? તમે માંરી સાથે આવું કેમ કર્યું?”
11 પછી ઇબ્રાહિમે કહ્યું, “હું ડરતો હતો કારણ કે મને થયું કે, આ દેશમાં કોઈ પણ દેવને માંન આપતું નથી અને તેનાથી ડરતું નથી અને માંરી પત્ની સારાને મેળવવા માંટે આ લોકો મને માંરી નાખશે.
12 અને તમને, સાચું કહું તો તે માંરી બહેન જ છે, કારણ કે તેણી માંરા બાપની દીકરી છે, જો કે, તેણી માંરી માંની પુત્રી નથી. અને તેણી માંરી પત્ની બની.
13 દેવે મને માંરા પિતાના ઘરથી દૂર મોકલ્યો હતો. દેવે મને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો, કર્યો હતો, તેથી મેં સારાને કહ્યું હતું કે, ‘તારે માંરા પર આટલી કૃપા કરવી પડશે. આપણે જયાં જયાં જઈએ ત્યાં ત્યાં તારે કહેવું પડશે કે, આ માંરો ભાઈ છે!”‘
14 ત્યારે અબીમેલેખે જાણ્યું કે, આમ શાથી બન્યું છે. તેથી તેણે ઈબ્રાહિમને સારા સુપ્રત કરી અને ઘેટાં, બકરાં, ગાય, બળદ તેમજ દાસદાસી આપ્યાં.
15 અબીમેલેખે કહ્યું, “જો, આ માંરો સમગ્ર દેશ તારી આગળ છે. તારી મરજી હોય ત્યાં તું જઈને રહી શકે છે.”
16 અબીમેલેખે સારાને પણ કહ્યું, “જો મેં તારા ભાઈને 1,000 રૂપામહોર આપી છે. હું આ બધા માંટે દિલગીર છું તે બતાવવા માંટે મેં આમ કર્યુ હતું. હું ઈચ્છું છું કે, પ્રત્યેક વ્યકિત જુએ કે, મેં સાચું કામ કર્યુ છે.”
17 દેવે અબીમેલેખના ઘરની બધી સ્ત્રીઓને ગર્ભધારણથી અટકાવી દીધી હતી કારણકે ઇબ્રાહિમની પત્ની સારાને અબીમેલેખે લીધી હતી, તેથી હવે ઇબ્રાહિમે યહોવાને પ્રાર્થના કરી, તેથી દેવે અબીમેલેખને અને તેની પત્નીને અને તેની દાસીઓને સાજાં કર્યા અને તેમને સંતાનો થયાં.
18