Home |  | Audio |  | Index |  | Verses

પુનર્નિયમ Deuteronomy

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34
1 “આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે,
2 તેથી જો તમે તમાંરા દેવ યહોવાને અનુસરશો, તો નીચેના આશીર્વાદો તમાંરા પર ઊતરશે:
3 “નગરમાં અને ખેતરમાં પણ તમે આશીર્વાદિત થશો.
4 ઘણાં સંતાનો, પુષ્કળ ધનધાન્ય, અસંખ્ય ઘેટાંબકરાં અને ઢોરઢાંખર દેવનાં આશીર્વાદથી પ્રાપ્ત થશે.
5 તમાંરાં ટોપલાઓ અને ભોજનના થાળો ખૂબ ખોરાકથી આશીર્વાદિત થશે.
6 વળી તમાંરી અંદરની અને બહારની પ્રવૃત્તિઓમાં તમને આશીર્વાદ પ્રાપ્ત થશે.
7 “યહોવા તમાંરા ઉપર હુમલો કરવા આવનાર દુશ્મનોને પરાજીત કરશે; તેઓ ભેગા મળીને તમાંરી સામે એક દિશામાંથી આવશે તો પણ તમાંરી આગળથી સાત દિશાઓમાં ભાગી જશે.
8 “તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.
9 અને તમે જો તમાંરા દેવ યહોવાની આજ્ઞાઓનું પાલન કરીને તેમના માંગેર્ ચાલશો, તો તેણે આપેલા વચન પ્રમાંણે તે તમને પવિત્ર દેશ તરીકે સ્થાપિત કરશે.
10 તેથી પૃથ્વી પરના બધા લોકો તમે યહોવાની પ્રજા છો એ જાણીને તમાંરાથી ગભરાતા રહેશે.
11 “યહોવાએ તમને જે દેશ આપવાનું તમાંરા પિતૃઓને વચન આપ્યું હતું તે દેશમાં યહોવા તમને ઘણાં સંતાનો, ઢોરઢાંખર તથા પુષ્કળ ઊપજ આપીને સર્વ સારાં વાનાં સાથે સમૃદ્વિ આપશે.
12 યહોવા તમાંરા દેશમાં તમાંરી ભૂમિ પર તમને પ્રત્યેક ઋતુમાં પુષ્કળ પાક આપવા માંટે આકાશના પોતાના સમૃદ્વ ભંડારને ખોલીને યથાઋતુ વૃષ્ટિ કરશે, અને ખેતીના પ્રત્યેક કામમાં લાભ આપશે, જેથી તમે બીજી ઘણી પ્રજાઓને ઉછીનું આપશો પણ તેઓથી કઇ પણ ઉછીનું લેશો નહિ.
13 આજે હું તમને તમાંરા દેવ યહોવાની જે આજ્ઞાઓ જણાવું છું તેનું તમે નિષ્ઠાપૂર્વક પાલન કરશો તો યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહિ, અને તમે હંમેશા ઉપર રહેશો નીચે નહિ.
14 આજે મેં તમને જે નિયમો દર્શાવ્યા છે તેમાંથી તમે આમ કે તેમ જરાય ચલિત થશો નહિ, અને અન્ય દેવોની કદાપી સેવાપૂજા કરશો નહિ, તેના ઉપર આ સર્વ આશીર્વાદોનો આધાર છે.
15 “પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.
16 “તમાંરાં શહેર અને ખેતરમાં તમે શ્રાપિત થશો.
17 તમાંરા ટોપલાઓ અને ભોજનના થાળ ઉપર ખોરાકની દુર્લભતાનો શ્રાપ ઊતરશે.
18 તમાંરી સંતતિ ઉપર, ખેતીની ઉપજ ઉપર, તમાંરાં ઢોરઢાંખર ઉપર તથા ઘેટાંબકરાં ઉપર શ્રાપ ઊતરશે.
19 તમાંરી તમાંમ પ્રવૃતિઓમાં તમાંરા ઉપર શ્રાપ ઊતરશે.
20 “કારણ કે યહોવા પોતે તેમનો શ્રાપ તમાંરા પર મોકલશે, યહોવા તમને શ્રાપ આપશે અને તમને વ્યાકુળ બનાવી દેશે. તમે જે કાંઇ કરશો તેમાં નિષ્ફળતા તથા આફતો આવશે. અંતે તમે થોડાજ સમયમાં નાશ પામશો. કારણ કે તમે દુષ્ટકર્મો કરીને યહોવાને છોડી દીધા છે.
21 અને તમે જે દેશનો કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં યહોવા તમાંરામાં રોગચાળો મોકલશે, જેમાં તમે બધા સમાંપ્ત થઈ જશો,
22 યહોવા તમને ઘાસણી, જવર, સોજા, દુકાળ, લૂ અને ગેરુના ભોગ બનાવશે. એ આફતો તમાંરો પીછો છોડશે નહિ અને અંતે તમાંરો નાશ થશે.
23 તમાંરા માંથા ઉપરનું આકાશ તાંબાના તવા જેવું અને નીચેની ધરતી લોખંડ જેવી બની જશે.
24 યહોવા તમાંરી ધરતી પર પાણીની જગ્યાએ ધૂળ અને રેતીનો વરસાદ વરસાવશે, વરસાદની અછતને કારણે તમાંરો નાશ થશે.
25 “યહોવા તમાંરા દુશ્મનોથી તમાંરો પરાજય કરાવડાવશે. તમે એક દિશામાંથી તેમના ઉપર હુમલો કરશો પરંતુ તમે તેમનાથી સાત જુદી દિશાઓમાં ભારે ગુંચવાઇને ભાગી જશો. સમગ્ર પૃથ્વીનાં રાજયો તમાંરી દશા જોઈને ભયભીત થઇ જશે.
26 આકાશમાં ઊડતાં પંખીઓ અને જંગલનાં પ્રાણીઓ તમાંરાં મૃતદેહને ખાવા આવશે; અને તેમને હાંકનાર કોઈ નહિ હોય.
27 “યહોવા તમાંરા ઉપર મિસરમાં થતાં ગૂમડાં, ગાંઠો, પરુ અને ખૂજલીનો રોગ મોકલશે, કોઈ દવાની અસર તેના પર થશે નહિ. અને કોઈ તેને મટાડી શકશે નહિ.
28 યહોવા તમને ગાંડા, આંધળા બનાવશે અને બીજા માંનસિક રોગો આપશે;
29 જેથી તમે કોઈ આંધળો ધોળે દહાડે અંધારામાં ફાંફાં માંરે તેમ તમે ફાંફાં માંરશો છતાં તમને રસ્તો જડશે નહિ, સતત તમાંરું શોષણ થશે, તમે લૂંટાશો છતાં કોઈ તમને આવીને બચાવશે નહિ.
30 “તમાંરા વિવાહ કોઈ સ્ત્રી સાથે થશે, પરંતુ તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે; તમે તમાંરા માંટે ઘર બાંધશો છતાં પણ તમે તેમાં રહેવા પામશો નહિ. દ્રાક્ષની વાડીઓ તમે કરશો પરંતુ તેનાં ફળ તમે ચાખી શકશો નહિ.
31 તમાંરાં ઢોરને તમાંરી આંખો સામે કાપવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ, તમાંરી નજર સામે તમાંરો ગધેડો ચોરાઈ જશે પરંતુ તે તમને પાછો મળશે નહિ. વળી તમાંરા ઘેટા બકરાં તમાંરા શત્રુઓ ઉઠાવી જશે છતાં કોઈ તમાંરી મદદે આવશે નહિ.
32 “તમાંરા પુત્ર-પુત્રીઓને તમાંરાં દેખતાં પરદેશીઓ ઉપાડી જશે, અને રોજ તમે તેમને શોધશો પણ તેઓ તમને મળશે નહિ, પણ તમે કાંઈ મદદ કરી શકશો નહિ.
33 “કોઈ અજ્ઞાત પ્રજા જ તમાંરા દેશ અને તમાંરી મહેનતનાં ફળ ભોગવશે, અને તમાંરે ભાગે તો હંમેશા શોષણ અને પીડા જ રહેશે.
34 તમાંરી આજુબાજુ આ બધી દુ:ખદ ઘટનાઓ બનતી જોઇને તમાંરું માંથું ફટકી જશે.
35 યહોવા, તમને પગે અને ઘૂંટણે ગૂમડાંના ભોગ બનાવશે અને તેનો કોઈ ઉપાય હશે નહિ; અને એ ગૂમડાં પગથી માંથા સુધી પ્રસરી જશે.
36 “યહોવા તમને અને તમાંરા નિયુકત કરેલા રાજાને વિદેશી પ્રજા વચ્ચે દેશવટે લઈ જશે કે જેનો તમે અને તમાંરા પિતૃઓએ કદીય વિચાર કર્યો નહિ હોય અને ત્યાં તમે લાકડાના અને પથ્થરના બનાવેલા બીજા જ દેવોની પૂજા કરશો.
37 યહોવા તમને જે દેશોમાં મોકલશે ત્યાં તમને થતી ખરાબ ચીજોથી લોકોને આઘાત લાગશે. તેઓ તમાંરા પર હસશે અને તમાંરા વિષે ખરાબ બોલશે.
38 “તમે પુષ્કળ બી વાવશો પણ લણશો ઓછું. કારણ કે, તમાંરો બધો પાક તીડો ખાઈ જશે.
39 તમે દ્રાક્ષાવાડીઓ રોપશો, કાળજીપૂર્વક કેળવશો, છતાં તમે તેની દ્રાક્ષ ખાવા કે દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કારણ કે જંતુઓ દ્રાક્ષોને ખાઈ જશે.
40 તમાંરી જમીનમાં જૈતૂનનાં વૃક્ષો ઠેર ઠેર ઊગશે પણ તમે તમાંરે શરીરે તેનું તેલ ચોળવા નહિ પામો. કારણ કે, ફળો પાકે તે પહેલાં જ વૃક્ષો પરથી નીચે ખરી પડશે.
41 તમને પુત્ર-પુત્રીઓ પ્રાપ્ત થશે પણ તે તમાંરાં નહિ રહે, કારણ કે તમાંરી પાસેથી લઈ લેવાશે અને તેઓ ગુલામો બનશે.
42 તમાંરા દ્રાક્ષાવેલાઓનો, વૃક્ષોનો તથા ખેતીની બધી પેદાશનો તીડો નાશ કરશે.
43 તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓની ઉત્તરોત્તર પ્રગતિ થશે. તેઓ ધનવાન બનશે અને તમે ઉત્તરોત્તર પડતી થવાથી ગરીબ બનશો.
44 તેઓ તમાંરા લેણદાર બનશે. તમે તે લોકોના લેણદાર નહિ બનો, તેઓ ઉપર રહેશે અને તમે નીચે રહેશો.’
45 “આ બધાં શ્રાપો તમાંરા પર ઊતરશે; તમાંરો પીછો પકડશે અને અંતે તમે નાશ પામશો-કારણ કે તમે તમાંરા દેવ યહોવાની વાણી સાંભળવા ના પાડો છો, તેમણે જણાવેલી આજ્ઞાઓનું પાલન તમે કર્યુ નથી,
46 વળી એ ચેતવણીરૂપ શ્રાપો તમાંરા પાપના પુરાવા રૂપ બનશે અને તમાંરા તથા તમાંરા વંશજો પર કાયમ રહેશે.
47 “જયારે તમાંરી પાસે યહોવાએ આપેલી વસ્તુઓ જોઈએ તેટલી હતી ત્યારે તમે પ્રસન્નચિત્તે આનંદપૂર્વક તમાંરા દેવ યહોવાની સેવા કરી ન્હોતી,
48 તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો.
49 “યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.
50 એ પ્રજાના માંણસો યુવાન કે વૃદ્વ પર જરાય દયા દાખવશે નહિ, કારણ કે તેઓ અતિ હિંસક અને ક્રોધી છે.
51 જ્યાં સુધી તમાંરો નાશ ન થઇ જાય ત્યાં સુધી તેઓ તમાંરા ઢોરઢાંખર અને પાક લઇ જશે. તમાંરું અનાજ, નવો દ્રાક્ષારસ, જૈતતેલ, વાછરડાં, ઘેટાં બચશે નહિ, પરિણામે તમે મોત ભેગા થઈ જશો.
52 “તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.
53 તે આફતના દિવસોમાં જ્યારે તમાંરા શહેરો પર દુશ્મનો ઘેરો ઘાલશે, કોઇ પણ ખાદ્ય સામગીર્ શહેરોની અંદર આવવા નહિ દે ત્યારે તમે યહોવા તમાંરા દેવે આપેલા તમાંરા પોતાના દીકરાનું અને દીકરીઓનું માંસ ખાશો.
54 “તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.
55 તે પોતાના જ સંતાનનું માંસ ખાશે પણ કુટુંબના અન્ય સભ્યને તેમાંથી ભાગ આપવાની ના પાડી દેશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ઘેરી લેશે અને તમને ખોરાક વિના તરફડાવશે ત્યારે તે આમ કરશે.
56 “તમાંરામાંની અતિ કોમળ, અને નમ્ર સ્ત્રી, કે જેણે ધરતી પર પગ મૂક્યો નથી, તે પણ પોતાના પતિ જેને તે પ્રેમ કરે છે અને તેના પુત્ર અને પુત્રી સાથે ક્રૂર બનશે.
57 તે પોતાના તાજા જન્મેલા બાળકને તેઓથી છુપાવશે અને બાળકના જન્મ વખતે તેના શરીરમાંથી નીકળતા દ્રવ્યો અને તે બાળક તે પોતે ખાઈ જશે. તમાંરા દુશ્મનો તમાંરા શહેરોને ધેરે, અને તમે ખોરાક વિના તરફડો ત્યારે તેણી આમ કરશે.
58 “આ પુસ્તકમાં નિયમના લખેલ એકેએક શબ્દો તમે નહિ પાળો અને તમાંરા દેવ યહોવાના મહિમાંવંત અને ભયજનક નામનો નકાર કરશો,
59 તો યહોવા તમને અને તમાંરા વંશજોને ભયંકર આફતો અને ખતરનાક અને અસાધ્ય રોગો આપશે.
60 યહોવા તમાંરા ઉપર મિસરમાં પ્રચલિત અસાધ્ય રોગો મોકલશે જેનાથી તમે ગભરાતા હતા અને તમને આ રોગો લાગુ પડશે.
61 ઉપરાંત, તે તમને આ સંહિતામાં ન ગણાવેલા બીજા બધા રોગો અને મરકીઓનો ભોગ બનાવશે અને અંતે તમે હતા ન હતા થઈ જશો.
62 તમે સંખ્યામાં આકાશના તારાની જેમ ગણ્યા ગણાય નહિ એટલા બધા હોવા છતાં દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે તમાંરામાંના બહુ જ થોડા બચી જશે.
63 “જે રીતે યહોવાએ તમાંરા પર પ્રસન્ન થઈને તમાંરા માંટે અદભૂત કાર્યો કર્યા અને તમાંરી વંશવૃદ્ધિ પણ કરી તેટલી જ પ્રસન્નતા તેમને તમાંરો નાશ કરવામાં તેમ જ તમાંરું નિકંદન કાઢવામાં થશે. તમે જે પ્રદેશમાં દાખલ થાઓ છો તે પ્રદેશમાંથી તમને ઉખેડી નાખવામાં આવશે.
64 યહોવા તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધીના બધા રાષ્ટોમાં વેરવિખેર કરી નાખશે. અને ન કે તમે અથવા તમાંરા પિતૃઓ જેને જાણતા ન હતા તેવા, લાકડાં તથા પથ્થરમાંથી બનાવેલા દેવોનું પૂજન કરશો.
65 “ત્યાં તે રાષ્ટોમાં તમને નહિ મળે શાંતિ કે નહિ મળે આરામ કરવાની કોઇ જગ્યા. ત્યાં યહોવા તમને ચિંતા, નિરાશા અને વિષાદથી ભરી દેશે. તમે સતત ભયને કારણે અધ્ધર રહેશો.
66 તમાંરું જીવન ભયભીત જ રહેશે. રાતદિવસ તમે ભયમાં જ જીવશો. સવારનો પ્રકાશ તમે જોવા પામશો કે નહિ તેનો પણ વિશ્વાસ તમને નહિ હોય.
67 તમાંરા હૃદયમાં એવો ભય વ્યાપી જશે અને તમે એવાં દૃશ્યો જોશો કે દરરોજ સવારે તમે ઇચ્છશો કે ‘સાંજ પડે તો કેવું સારું!’ અને પ્રત્યેક સાંજે ઈચ્છશો કે ‘સવાર થાય તો કેવું સારું!’
68 યહોવાએ તમને વચન આપ્યું હતું કે તમાંરે મિસર પાછા જવાની જરૂર નહિ પડે, પરંતુ હવે યહોવા જાતે જ તમને વહાણોમાં બેસાડી મિસર પાછા મોકલી આપશે. ત્યાં તમે તમાંરી જાતને તમાંરા દુશ્મનોને ગુલામ તરીકે વેચવા તૈયાર થશો, છતાંય ત્યાં તમને ખરીદનાર કોઈ નહિ હોય.”

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]