1 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”
2 ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા.
3 તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે.
4 મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું,”
5 બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”
6 ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.”
7 હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે.
8 નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું.
9 પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે.
10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે “હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.”
11 શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.
12 યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસનાકુટુંબ જેવું (મહાન) બનો.”
13 તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો.
14 નગરની સ્રીઓ નાઓમીને કહેવા લાગી:“આશીર્વાદિત દેવ પાસેથી આવું સંતાનમેળવનાર તું નસીબદાર છે; તે ઇસ્રાએલમાં પ્રખ્યાત થશે.
15 તે તને આનંદથી ફરી જીવંત બનાવશે, વૃદ્ધાવસ્થામાં તે તારી સંભાળ રાખશે. તે આમ એટલા માંટે કરશે કારણકે તેની માંતા રૂથને તારા ઉપર પ્રેમ છે અને તારી સંભાળ રાખે છે. તારા માંટે એ સાત પુત્રો કરતા પણ વધુ સારી છે.”
16 નાઓમીએ તે બાળકને પોતાની ગોદમાં મૂક્યું અને તેની સંભાળ લીધી.
17 આડોસપાડોસની સ્રીઓએ કહ્યું; “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.
18 બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો.
19 હેસ્રોનથી રામ અને રામથી આમ્મીનાદાબ થયો.
20 આમ્મીનાદાબથી નાહશોન, અને નાહશોનથી સલ્મોન થયો.
21 સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો.
22 ઓબેદનો પુત્ર યશાઇ અને યશાઇનો પુત્ર દાઉદ થયો.