1
પલિસ્તીઓએ પોતાનું સમગ્ર લશ્કર અફેક આગળ ભેગું કર્યું, અને ઇસ્રાએલીઓએ યિઝએલમાં આવેલા ઝરણાં પાસે છાવણી નાખી.
2 જયારે પલિસ્તીઓ અને તેઓના સરદારો પોતાની સો સો અને હજાર હજારની પલટણો લઈને કૂચ કરતા હતા ત્યારે દાઉદ અને તેના માંણસો આખીશ રાજાની સાથે લશ્કરના પાછલા ભાગે કૂચ કરતા હતા.
3 પરંતુ પલિસ્તી સેનાપતિઓએ પૂછયું. “આ યહૂદાના લોકો અહીં શું કરે છે?”રાજા આખીશે કહ્યું. “આ દાઉદ છે, જે ઇસ્રાએલના રાજા શાઉલનો અમલદાર હતો. તેણે શાઉલને છોડ્યો ત્યારથી અને માંરી સૅંથે જોડાયા પદ્ધી લાંબા સમય દરમ્યાન તેનામાં મને કોઇ દોષ દેખાયો નથી.
4 પલિસ્તી સેનાપતિઓએ રોષે ભરાઈને કહ્યું, “તમે એને જે શહેર આપ્યું હતું, ત્યાં એને પાછો મોકલો, એને યદ્ધમાં આપણી સાથે આવવા દેતા નહિ. કારણ, યદ્ધ દરમ્યાન એ આપણને કદાચ દગો દે. તે કદાચ તેના પોતાના ધણીને પ્રસન્ન કરવા આપણા મૅંણસોને માંરી નાખે.
5 એ જ દાઉદ છે જેને વિષે એ લોકો નાચતાં નાચતાં ગાતા હતા:શાઉલે હજારોનો સંહાર કર્યોપણ દાઉદે તો લાખોનો.
6 આખીશે દાઉદને તેડાવ્યા બાદ કહ્યું, “હું તમને યહોવાના નામે કહું છું કે તું મને વફાદાર છે. તને માંરી સેનામાં નોકરીમાં રાખવા મને પ્રસન્નતા થશે. જ્યારથી તું માંરી સૅંથે જોડાયો છે, મને તારામાં કોઇ દોષ દેખાયો નથી. તું એક સારો અને બહાદુર મૅંણસ છે. હું માંનું છું કે તારે અમાંરી સૅંથે આવવું જોઈએ. પણ અમલદારો તને માંન્ય રાખતા નથી.
7 માંટે તું શાંતિથી પાછો જા, અને પલિસ્તી સેનાપતિઓને ખોટું લાગે એવું કશું કરીશ નહિ.”
8 દાઉદે આખીશને પૂછયું, “ઓ માંરા માંલિક માંરા રાજા, મેં શું કર્યું છે? હું જ્યારથી આપની પાસે આવ્યો છું, માંરામાં શું ખરાબ બાબત તમને મળી છે? રાજાના દુશ્મનોની વિરુદ્ધ મને જોડાવા દેવાને બદલે તમે મને કેમ પાછો જવા કહી રહ્યાં છો?”
9 પણ આખીશે કહ્યું, “માંરી નજરમાં તું દેવે મોકલેલા દૂત જેવો છે, હું જાણું છું કે તું સારો મૅંણસ છે. પણ પલિસ્તી સૈનિકના સેનાપતિઓ કહે છે ‘દાઉદ આપણી સાથે યદ્ધમાં ન આવવો જોઈએ.’
10 માંટે સવારમાં વહેલા તારા માણસો સાથે તારી જગાએ પાછો નીકળી જજે.”
11 તેથી આગલે દિવસે દાઉદ અને તેના મૅંણસો તેમના રસ્તે પલિસ્તીઓની ભૂમિમાં પાછા ફરવા નીકળી પડ્યા અને પલિસ્તીઓ યિઝએલ ગયા.