Home |  | Audio |  | Index |  | Verses

યૂના Jonah

પ્રકરણમાં: 1 2 3 4
1 પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી,
2 “ઊભો થા, મહાનગર નિનવેહ જા, હું તને કહું તે બોધ તેમને આપ.”
3 આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.
4 પ્રથમ દિવસે યૂના શહેરમાં ગયો અને જાહેર કર્યું, “ચાળીસ દિવસ પછી નિનવેહનો નાશ થશે.”
5 નિનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો; અને તેઓએ ઉપવાસ કરવાનો અને વિશિષ્ટ શોક વસ્ત્રો ધારણ કરવાનો નિર્ણય કર્યો. નાનાથી મોટા બધાંએ આમ કર્યું.
6 6નિનવેહનો રાજા સમાચાર સાંભળી તેની ગાદી પરથી નીચે આવ્યો અને તેનો ઝભ્ભો ઉતારી શણના શોક વસ્ત્રો ઘારણ કર્યા અને રાખમાં બેઠો.
7 રાજાએ એક વિશેષ સંદેશો બહાર પાડ્યો:રાજા અને તેના અધિકારીઓના પ્રભુત્વથી આ નિયમ હતો. માણસ કે ચોપગા પશુ, કે પશુપક્ષીના સમૂહને કંઇ ખાવા ન દો. તેમને ચરવા કે પાણી પીવાની પરવાનગી ન આપો.
8 માણસો અને પ્રાણીઓએ શણના વસ્રો પહેરવા જ અને દેવ તરફ જોરથી વિલાપ કરવો જ. દરેકે તેના દુષ્ટ રસ્તાઓ બદલવા અને તેમનાં ખરાબ કૃત્યો બંધ કરવા.
9 કોને ખબર દેવ, કદાચ વિચાર બદલે અને તેના રોષથી ફરી જાય, જે તેથી આપણો નાશ ન થાય.
10 દેવે તેમનાઁ કૃત્યો જોયાઁ. તેણે જોયું કે તેઓએ તેમનાઁ દુષ્ટ રસ્તાઓ છોડી દીધાં હતાં. તેથી તેણે તેઓ પર દયા વરસાવી. તેણે વિચાર બદલ્યો અને સજાની યોજના પડતી મૂકી. તેણે તેની યોજના પાર કરી નહિ.

ટોચ Top | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]