Home |  | Audio |  | Index |  | Verses

નિર્ગમન Exodus

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40
1 ઇસ્રાએલના લોકોના સમગ્ર સમાંજે સીનના રણમાંથી છાવણી ઉઠાવીને યહોવાની આજ્ઞા મુજબ યાત્રા કરતા કરતા આગળ વધીને તેમણે રફીદીમમાં છાવણી નાખી રોકાણ કર્યું. પરંતુ ત્યાં લોકોને પીવા માંટે પાણી પણ દુર્લભ હતું.
2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો?” તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”
3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”
4 આથી મૂસાએ યહોવાને પોકાર કર્યો, “આ લોકો સાથે હું શું કરું? તેઓ મને માંરી નાખવા તૈયાર છે.”
5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.
6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.”ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ.
7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?”
8 અમાંલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇસ્રાએલના લોકો પર હુમલો કર્યો.
9 પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી માંણસો પસંદ કરીને આવતી કાલે અમાંલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું દેવની લાકડી લઈને પર્વતની ટોચ પર ઊભો રહીશ.”
10 યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને અમાંલેકીઓ સામે જંગે ચડયો. પછી મૂસા તથા હારુન અને હૂર પર્વતની ટોચ પર પહોંચી ગયા.
11 અને મૂસા જ્યારે પોતાનો હાથ ઊચો કરતો, ત્યારે ઇસ્રાએલના લોકોનો વિજય થતો; પરંતુ જ્યારે તે પોતાનો હાથ નીચો કરતો, ત્યારે અમાંલેકીઓનો વિજય થતો.
12 પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લઈ મૂસાની પાછળ મૂક્યો અને તે તેના પર બેસી ગયો; અને હારુને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી, આમ સૂર્યાસ્ત થતાં સુધી હાથ સ્થિર રહ્યા.
13 યહોશુઆ અને તેના લોકોએ અમાંલેક લોકોને યુધ્ધમાં હરાવી નાખ્યા.
14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”
15 ત્યાર બાદ મૂસાએ એક વેદી બનાવી અને તેનું નામ “યહોવા નિસ્સી“ રાખ્યું.
16 તેણે કહ્યું કે, “મેં માંરા હાથ યહોવાના સિંહાસન તરફ લંબાવ્યા એટલા માંટે યહોવાએ હંમેશની જેમ અમાંલેકી સાથે યુદ્ધ કર્યુ.”

Top |  | આગળનું પાનું  |  | Index |  | Home
Full online version here [with search engine, multilingual display and audio Bible]