1
ત્યારે યહોવાઓ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જા અને તેને કહે કે, હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા દે.’
2 હજુ પણ જો તું ના પાડશે અને તેમને રોકી રાખશે તો ધ્યાનથી સાંભળ,
3 હું તારાં ખેતરનાં ઢોરોમાં, ઘોડાઓમાં અને ગધેડાંઓમાં, ઊટોમાં અને ગાયબળદોમાં અને ઘેટાંબકરાંઓમાં મોટો ભયંકર રોગચાળો ફેલાવીશ અને તને સજા કરીશ.
4 પરંતુ યહોવા ઇસ્રાએલીઓનાં ઢોર અને મિસરનાં ઢોર વચ્ચે જુદો વ્યવહાર કરશે. જેથી ઇસ્રાએલીઓની માંલિકીનું કોઈ પણ ઢોર મરશે નહિ.
5 અને યહોવાએ સમય નક્કી કરીને કહ્યું, “હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”‘
6 અને બીજે દિવસે સવારે મિસરમાં યહોવાએ એ પ્રમાંણે કર્યુ, મિસરવાસીઓનાં બધાં ઢોર મરી ગયાં પરંતુ ઇસ્રાએલીઓનું એક પણ ઢોર મર્યું નહિ.
7 ફારુને પોતાના માંણસોને તપાસ કરવા મોકલ્યા કે ઇસ્રાએલના લોકોનું એકે ઢોર મર્યુ છે કે નહિ. તેને જણાવવામાં આવ્યુ કે ઇસ્રાએલીઓનું કોઈ પણ ઢોર મર્યુ નથી. ફારુને હઠાગ્રહ ચાલુ રાખ્યો, તેણે લોકોને જવા દીધા નહિ.
8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, “તમાંરા હાથમાં ભઠ્ઠીમાંથી મુઠ્ઠીઓ ભરીને રાખ લો, અને ફારુનના દેખતા મૂસાએ હવામાં ફેંકવી.
9 પછી એ ઝીણી રજની જેમ આખા મિસર દેશમાં ફેલાઈ જશે. અને તેનાથી સમગ્ર મિસરના માંણસો અને ઢોરોને ગૂમડાં થશે અને ત ફાટીને ધારાં બની જશે.”
10 એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ફેંકી એટલે માંણસોને અને ઢોરોને ગૂમડાં થયાં, અને તે ફાટીને ધારાં પડી ગયાં.
11 મિસરના જાદુગરો મૂસાને આવું કરતા રોકી શક્યા નહિ, કારણ કે જાદુગરોને તથા બધાજ મિસરના લોકોને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં.
12 પરંતુ યહોવાએ ફારુનને હઠે ચડાવ્યો, અને કહ્યું હતું તે પ્રમાંણે ફારુને મૂસાની અને હારુનની વાત સાંભળી નહિ.
13 પછી યહોવાએ મૂસાને કહ્યું, “સવારમાં વહેલા ઊઠીને ફારુન પાસે ઊભો રહીને તેને કહેજે કે, ‘હિબ્રૂઓના દેવ યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે.
14 જો તું આમ નહિ કરે તો હું માંરી બધી શક્તિ તારા ઉપર, તારા અમલદારો ઉપર અને તારા લોકો ઉપર વાપરીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં માંરા જેવો બીજો કોઈ દેવ નથી.
15 કારણ કે અત્યાર સુધીમાં મેં કયારની, તારા ઉપર અને તારી પ્રજા ઉપર રોગચાળો મોકલી, તને સજા કરી હોત તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ ગયો હોત.
16 પણ મેં તેને એટલા માંટે જીવતો રાખ્યો છે કે હું તને માંરી તાકાત બતાવી શકું. અને સમગ્ર પૃથ્વી પર માંરું નામ પ્રગટ થાય.
17 શું તું હજુ પણ માંરા લોકોની વિરુદ્ધ છે? તું માંરા લોકો સાથે ઘમંડી વર્તાવ રાખી તેમને જવા દેતો નથી?
18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.
19 એટલે અત્યારે જ માંણસ મોકલીને તારા ઢોરોને તથા ખેતરમાં જે કાંઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માંણસ કે ઢોર ખેતરમાં હશે, એને ઘરમાં રાખવામાં નહિ આવ્યું હોય તો તેના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.”‘
20 પછી ફારુનના કેટલાક અમલદારોએ યહોવાના વચન સાંભળ્યાં. તેઓ ગભરાઈ ગયા. તેઓએ વહેલા વહેલા પોતાના ચાકરોને અને ઢોરોને ઘરમાં લાવી દીધાં.
21 પણ જેમણે યહોવાના વચનને ધ્યાનમાં લીધાં નહિ તેમણે પોતાના ગુલામોને અને ઢોરોને ખેતરમાં જ રહેવા દીઘાં.
22 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માંણસો, ઢોરો અને ખેતરના બધા છોડ ઉપર કરા પડે.”
23 પછી મૂસાએ પોતાની લાકડી આકાશ ભણી ઊચી કરી એટલે યહોવાએ વીજળીના કડાકા સાથે જમીન પર કરા વરસાવ્યા અને કરા આખા મિસર દેશ પર પડયા.
24 કરા પડી રહ્યાં હતા અને કરાની સાથે વીજળી ઝબકારા માંરતી હતી. મિસર દેશ રાષ્ટ્ર બન્યો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.
25 તોફાનને કારણે મિસરના ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થઈ ગયો. કરાના કારણે આખા મિસર દેશમાં માંણસો, પશુઓ, તથા જે કાંઈ ખેતરમાં હતુ તે બધુ કરાના માંરથી નાશ પામ્યું. કરાએ ખેતરમાંના એકેએક છોડને તેમ જ એકેએક ઝાડને ભોંયભેગાં કરી દીઘાં.
26 ગોશેન પ્રાંતમાં જ્યાં ઇસ્રાએલીઓ રહેતા હતા ત્યાં જ ફક્ત કરા ન પડયા.
27 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવડાવ્યા, અને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યુ છે, યહોવા સાચા છે અને હું તથા માંરી પ્રજા ગુનેગાર છીએ.
28 તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.”
29 મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે.
30 પણ મને ખબર છે કે તમે અને તમાંરા અમલદારો હજુ પણ યહોવાથી ગભરાતા નથી અને તેમનું સન્માંન પણ કરતા નથી.”
31 શણ અને જવનો તો ઘાણ વળી ગયો હતો. કારણ કે જવને કંટી આવી હતી અને શણને ફૂલબેઠાં હતાં.
32 પરંતુ ઘઉ અને કઠોળ મોડાં થાય છે એટલે તે ખૂંદાઈ ગયાં નહિ.
33 મૂસા ફારુનને છોડીને નગર બહાર આવ્યો. અને યહોવા સમક્ષ પોતાના હાથ લંબાવી પ્રાર્થના કરી. એટલે કડાકા અને કરા પડતા બંધ થઈ ગયા.
34 પછી જ્યારે ફારુને જોયું કે વર્ષા, કરા અને કડાકા બંધ થઈ ગયા એટલે ફરીથી તેણે ખોટું કર્યુ. તે અને તેના અમલદારો ફરીથી હઠે ચડયા.
35 ફારુને ઇસ્રાએલના લોકોને સ્વતંત્ર રીતે જવા દેવાની ના પાડી દીધી. યહોવાએ મૂસાને કહ્યું હતું બરાબર તે જ પ્રમાંણે થયું.