1
યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇસ્રાએલી પ્રજાને તું આ મુજબ કહે: જે દેશની ભૂમિ હું તમને વસવાટ માંટે આપવાનો છું ત્યાં પ્રવેશો ત્યારે આ નિયમોનું પાલન કરવું જ.
3 નીચેનામાંથી કોઈ પણ અર્પણ માંટે બલિદાન કરવા યહોવા સમક્ષ તમે બળદ, ઘેટું કે બકરું લાવી શકો: દહનાર્પણ, પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનું અર્પણ, કે પ્રતિજ્ઞાની ભેટ, કે ઉજાણી દરમ્યાન થતાં અર્પણો એ અર્પણોની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે, તેથી તમાંરે નીચેના નિયમોનું પાલન કરવું:
4 “બલિ અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે આઠ વાટકા જીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું જૈતૂન તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરવું.
5 અને હલવાનને દહનાર્પણ તરીકે અર્પણ કરતી વખતે એક લીટર દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે અર્પણ કરવો.
6 “જો ઘેટાનું અર્પણ ચઢાવવું હોય તો,
7 તમાંરે
16 વાટકા ઝીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અને દોઢ લીટર દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે ચઢાવવો, આ બલિદાનની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
8 “દહનાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટે રજૂ કરવાનું અર્પણ કે શાંત્યર્પણ માંટે વાછરડાનું અર્પણ લાવે.
9 અને તે વાછરડા સાથે ખાદ્યાર્પણ પણ લાવે; અડધા ગેલન જૈતૂન તેલ સાથે
24 વાટકા ઝીણો દળેલો લોટ ભેળવી અર્પે.
10 અને અડધો ગેલન દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે ચઢાવવાં. એ અર્પણની સૌરભથી યહોવા પ્રસન્ન થાય છે.
11 પ્રત્યેક બલિદાન બળદ, ઘેટું કે બકરુ ચઢાવતી વખતે આ પ્રમાંણે કરવું.
12 જો એક કરતાં વધારે પ્રાણીઓનાં બલિદાન હોય તો પ્રત્યેક પ્રાણી દીઠ ઉપર જણાવ્યા પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણમાં વધારો કરવો.
13 “યહોવાને અર્પણ ચઢાવનાર ઇસ્રાએલનો વતની હોય તો તેણે ઉપરના નિયમો પાળવા, આવા અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 યહોવાને અર્પણ ચઢાવનાર તમાંરી સાથે કાયમી ધોરણે કે થોડા સમય માંટે વસતો વિદેશી હોય તો પણ તેણે એ જ નિયમનું પાલન કરવું, અર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
15 આ કાનૂનો તમાંરે માંટે તથા તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે સમાંન છે, અને તે કાયમ માંટે તમે અને તમાંરા વંશજોને બંધનકર્તા છે. યહોવા સમક્ષ સ્વદેશી અને વિદેશી સરખા જ છે.
16 તમને અને તમાંરી વચ્ચે વસતા વિદેશીઓને આ જ કાનૂનો અને નિયમો લાગુ પડશે.”
17 યહોવાએ મૂસાને કહ્યું,
18 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, હું તમને જે દેશમાં લઈ જવાનો છું ત્યાં ગયા પછી
19 તમે એ ભૂમિનું અનાજ ખાઓ ત્યારે તમાંરે યહોવાને ધરાવવા થોડો ભાગ અલગ રાખવો.
20 પહેલી કાપણીના દાણામાંથી બાંધેલા લોટને તમાંરે એક તરફ રાખવો તે પ્રથમ બાંધેલા લોટને ભેટ તરીકે યહોવાને આપો. તે ખળામાંથી આવતા ખાદ્યાર્પણ જેવું ગણાશે.
21 તમે બાંધેલી પ્રથમ કણકનો અમુક ભાગ તમાંરે યહોવાને માંટે અલગ રાખવો, આ ઉચ્છાલીયાર્પણ તમાંરે લાવવાનું છે.
22 “આ નિયમ તમાંરા વંશજોને પણ લાગુ પડે છે.
23 યહોવાએ મૂસા માંરફતે તમને આપેલી આ આજ્ઞાઓમાંથી કોઈનો તમાંરામાંથી આજે કે ભવિષ્યમાં ભૂલથી ભંગ થઈ જાય તો તમાંરે આ પ્રમાંણે કરવું.
24 અને જો આખા સમાંજે અજ્ઞાનતાને કારણે ભૂલ કરી હોય, તો તેઓ દહનાર્પણ તરીકે વાછરડું બલિદાનમાં આપે. અને તેની સાથે નિયમ પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રજૂ કરે. તેની સુવાસથી યહોવા પ્રસન્ન થશે. આ સાથે પાપાર્થાર્પણ માંટે એક બકરાનું પણ બલિદાન કરવું.
25 “યાજકે સમગ્ર ઇસ્રાએલી સમાંજ માંટે પ્રાયશ્ચિતની વિધિ કરવી, તેથી તેમને પણ માંફ કરવામાં આવશે. કારણ, એ શરતચૂક હતી અને એ શરતચૂક માંટે તેઓએ યહોવાને આહુતિ પણ ચઢાવ્યાં છે.
26 તેથી સમગ્ર ઇસ્રાએલી સમાંજને અને તેમની ભેગા વસતા વિદેશીઓને માંફ કરવામાં આવશે, કારણ કે શરતયૂકથી એ સૌની થયેલી ભૂલ હતી.
27 “જો કોઈ વ્યક્તિ અજાણતા પાપ કરી બેસે તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણને માંટે બલિ તરીકે ચઢાવવી.
28 અને યાજક યહોવા સમક્ષ તેને માંટે પ્રાયશ્ચિતવિધિ કરે તો તેને માંફ કરવામાં આવશે.
29 અજાણતા ભૂલથી પાપ કરનાર પ્રત્યેક માંટે આ કાનૂન છે. પછી તે દેશનો વતની ઇસ્રાએલી હોય કે તેમની સાથે રહેતો વિદેશી હોય.
30 “પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો,
31 કારણ કે, તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન ઈરાદાપૂર્વક કર્યું છે. તેણે યહોવાની અવજ્ઞા કરી છે. તેથી એ માંણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. એના પાપની જવાબદારી એના એકલાના જ માંથે છે.”
32 ઇસ્રાએલી પ્રજા અરણ્યમાં હતી ત્યારે એક વ્યક્તિ વિશ્રામવારે લાકડાં વીણતાં પકડાઈ ગયો.
33 જે લોકોએ તેને લાકડા વીણતો જોયો હતો તેઓએ એની ધરપકડ કરી અને તેને મૂસા, હારુન અને સમગ્ર સમાંજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
34 તેને બંદીખાનામાં રાખવામાં આવ્યો, કારણ, એને શો દંડ આપવો તે હજી નક્કી થયું નહોતું.
35 પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ માંણસને મૃત્યુદંડની શિક્ષા કરવી જોઈએ. સમગ્ર સમાંજે એને છાવણી બહાર ઈટાળી કરીને મોતને ઘાટ ઉતારવો જોઈએ.”
36 તેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેઓ તેને છાવણીની બહાર લઈ ગયા અને ઈટાળી કરીને માંરી નાખ્યો.
37 યહોવાએ મૂસાને કહ્યું,
38 “ઇસ્રાએલી પ્રજાને તું કહે કે, તમાંરાં વંશજોએ અને તમાંરે તમાંરાં વસ્ત્રને ખૂણે ફૂમતાં મૂકવા અને એ ફૂમતામાં ભૂરા રંગનો દોરો ગૂંથવો.
39 તમને એ ફૂમતું જોઈને માંરી બધી આજ્ઞાઓનું સ્મરણ થશે, તમે એનું પાલન કરશો તથા આ રીતે માંરી સેવામાં સમર્પિત રહેશો. તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો.
40
41 તમાંરો દેવ બનવા તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. હા, હું યહોવા તમાંરો દેવ છું.”