1
પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું;
2 “દેવ કર્તા-હર્તા છે. તે લોકોને તેનાથી ડરે એવા. અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.
3 તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે? તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી. દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે.
4 દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ અને ન્યાયી માણસ કોણ છે?
5 દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી. અને પ્રકાશિત નથી.
6 મનુષ્ય એવો પવિત્ર નથી. મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”